સિયોન તરફ - ગુજરાતી ભાષામાં ફિલ્મ ટ્રેલર

Video

April 25, 2015

4000 વર્ષ પૂર્વે ઇશ્વરે મેસોપોટેમિયામાં અબ્રામને દર્શન આપીને કહ્યુ આપણા દેશ આપણા લોકોને અને આપણા પિત્રુ પરિવારને ત્યજી દો અને તે દેશ માટે પ્રસ્થાન કરો જે હું તમને ચીંધુ છું હુ તમારા થકી એક મહાન રાષ્ટ્રની સ્થાપના કરવા ઇચ્છું છું. અબ્રામે ઇશ્વરની આજ્ઞાને સ્વીકારી તેમના ચિંધેલા કાનન દેશ માટે પ્રસ્થાન કર્યું જ્યાં પુત્ર ઇશાક અને પૌત્ર જેકવ સાથે નિવાસ કરવા લાગ્યા જે કાલાંતરે ઇઝરાયલ નામે પ્રસિદ્ધ થયું.

કાનન દેશમાં દુકાળના કારણે ઇઝરાયલ પોતાના બાર સંતાનો સાથે મિશ્ર માટે પ્રસ્થાન કરી ગયા અને વંશ વૃદ્ધિ કરી શક્તિશાળી જાતિના રૂપે સ્થાપિત થયા. મિશ્ર વાસીઓને આ શક્તિ વૃદ્ધિના કારણે ખતરાનો અંદેશો થવા માંડ્યો. એટલે તેઓને ગુલામ બનાવી એમના પર કઠોર અત્યાચાર કરવા લાગ્યા. 430 વર્ષ પછી મિશ્રમાં મુસાએ મિશ્રવાસીઓને બંધત્વથી મુક્તિ અપાવી અને તેઓ રોહિત સાગર પાર કરી અરબ દેશ માટે પ્રસ્થાન કરી ગયા અને ત્યાં તેઓને સિનોય પર્વતમાં ઇશ્વર પ્રત્યેના કાયદાની જાણ થઈ.

મુસા સાથે જે મિશ્ર વાસીઓ મિશ્ર છોડીને આવી ગયા હતા તેમની ઇશ્વર પ્રત્યેની લાગણી ઓછી હોવાના કારણે નિશ્ચિત કરેલા સ્થાન પર પ્રવેશ ન પામી શક્યા. પશ્ચાત 40 વર્ષ સુધી રેગીસ્તાનમાં વિચરવા માટે મજબુર થયા. પ્રભુ ઉપર આસ્થા રાખનાર નવી પીઢીના જન્મ પછી. તેઓ યસુઓ સાથે નિશ્ચિત કરેલા સ્થાન પર પ્રવેશ પામી શક્યા.

લગભગ 400 વર્ષ સુધી ઇઝરાયલની બાર જન જાતિઓ પર ત્યાંના ન્યાયધિશોએ મુશાના કાયદા કાનુન મુજબ શાસન કર્યુ. તે પછી જ્યારે બીજી જાતિઓ માફક તેઓએ પણ એક રાજાની માંગણી કરી તો ઇશ્વરે સોઉલને તેમનો રાજા નિયુક્ત કર્યો જેણે 40 વર્ષ શાસન કર્યુ. તે પછી રાજા દાઉદ એ 40 વર્ષ અને તેમના પુત્ર સોલોમન એ 40 વર્ષ શાસન કર્યુ. સોલોમનના શાસનકાળમાં જ્યારે ઇઝરાયલ ઉન્નતિના શિખરે હતું ત્યારે પ્રથમ મંદીરનુ નિર્માણ થયુ. ઇશ્વરના પ્રતિક આસ્થા ન હોવાના કારણે સોલોમનને વૃદ્ધાવસ્થામાં ઇશ્વરે કહ્યું કે 10 જન જાતિઓ તેમના પુત્રના આધિન નહિ રહે.

સોલોમનના કાળ પામ્યા ઉપરાંત ઇઝરાયલ વિભાજિત થઇ ગયુ. ઉત્તર ભાગના 10 જન જાતિઓના અત્યાચારી રાજા વારંવાર શોષણ કરવા લાગ્યા. જે રાજા દાઉદ અને સોલોમનના વંશજ ન હતા. ઉત્તર ભાગના આ ખંડનુ નામ હતું ઇઝરાયલ અને તેઓની રાજધાનીનુ નામ સમારીયા. દક્ષિણનું નાનકડું રાજ્ય યહુદા અને તેની રાજધાની યેરૂસલેમ. જેના ઉપર દાઉદના વંશજે રાજ કર્યું. રાજા બે ભાગ 16 ની શરૂઆતમાં દક્ષિણ ભારતમાં સ્થાપિત રાજ્યના લોકોને યહુદા રાજ્ય નામના કારણે તેઓ યહુદી કહેવાયા.

ઉત્તર ભાગના અત્યાચારી રાજાઓને તેમના વ્યવહારના કારણે ત્યા વસવું પડ્યું અને આસુરીઓએ એમને બંદી બનાવી લીધા. ઇઝરાયલમાં જે લોહો અત્યાચારી સાથે સામેલ હતા તેઓએ પાછા વળી આ પ્રદેશ પર કબજો કર્યો. આ લોકો સમારીટનના નામે ઓળખાય છે. ઉત્તર ઇઝરાયલની 10 જનજાતિ ફરીથી કોઇ રાષ્ટ્ર ન બનાવી શક્યું દક્ષિણ ભાગમાં યહુદી બીજા દેવતાઓ પ્રતિ આસ્થા પ્રદર્શનના તક સ્વરૂપે બેબીલોનના હસ્તે બંદી બનાવી લેવામાં આવ્યા.

અને તેમના મંદીરો તોડી પાડવામાં આવ્યા. પણ 70 વર્ષ પછી યહુદી ફરીથી. યહુદા આવી ગયા. અને યેરૂસલેમમાં ફરીથી મંદીરો બનાવ્યા અને દાઉદના વંશજ એમના પર રાજ કરતા રહ્યા.

યસુની સામે યહુદા યહુદીયાના નામથી પ્રસિદ્ધ થયા. જે રોમ સામ્રાજ્યના આધિન હતુ. પ્રભુ યસુ અને તેમના શિષ્યોએ યહુદીઓને પોતાના ઘરે પાછા બોલાવવા માટે પુરા યહુદામાં શુભ સમાચારની ઘોષણા કરી. સાડા ત્રણ વરસના મિશનરી કાર્ય પછી યહુદીઓએ યસુને પોતાના મુક્તિદાતા માનવાથી ઇનકાર કર્યો. તથા એમને સુલી પર ચઢાવવા રોમના રાજ્યપાલને રાજી કર્યા. ત્રણ દીવસ પછી યેસુનો પુનર્જન્મ થયો તથા સ્વર્ગારોહણ કરી સર્વશક્તિમાનના જમણી બાજુ બિરાજીત થવાના પહેલા જીવંત રૂપમાં શિષ્યો સામે પ્રગટ થયા.

સુલી પર ચડવાના થોડા સમય પહેલા તેઓએ ભવિષ્ય વાણી કરી કે તેમની ઉપેક્ષાના દંડ સ્વરૂપ યેરૂસલેમ બળીને ખાખ થઈ જશે મંદિરો તોડી પાડવામાં આવશે તથા યહુદી વિકસિત અવસ્થામાં સંપૂર્ણ વિશ્વમાં ફેલાય જશે. 70 ના ઇસાઈ યુગમાં જ્યારે રોમ સમ્રાટ તિતાસે યેરૂસલેમ પર વિજય પામી ત્યારે આ ભવિષ્યવાણી સાચી થઇ. 1800 વર્ષથી પણ વધારે યહુદી સંપૂર્ણ વિશ્વમાં વિખરાયેલા રહ્યા.

ત્યાર પછી, 1948 માં અશક્ય શક્ય થયું. ઇઝરાયલ રાષ્ટ્ર પુન:પ્રતિષ્ઠિત થયું અને યહુદીઓ નિયત સ્થાને પાછા ફર્યા. ઘણા ઇસાઈઓ આ ઘટના જોઇ અલૌકિક અને ઇશ્વરનો આશિર્વાદ માને છે. પણ શું આ સાચે જ ઇશ્વરનો આશિર્વાદ છે અથવા કોઇ અસુર શક્તિના હોવાનો સંકેત છે. આ ફિલ્મમાં આ જ બધા તથ્યોનો સમાવેશ છે.

 

 

 

mouseover